કેન્દ્ર સરકારે કર્યો એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં રૂપિયા 50નો કર્યો  વધારો

કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂપિયા 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.

New Update
aaa

કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂપિયા 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.

Advertisment

સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો તારીખ 8 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવ્યો છે.

સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂપિયા 803થી વધી રૂપિયા 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂપિયા 500થી વધી રૂપિયા 550 થશે.ઉલ્લેખનીય છે કે રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટર દીઠ રૂપિયા 2 વધારવામાં આવી છે. જો કે  તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે. 

Advertisment
Latest Stories