રિલાયન્સનું સુકાન હવે નવી પેઢીના હાથમાં, ઈશા, આકાશ અને અનંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,નીતા અંબાણીએ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપી દીધું છે જે બોર્ડે સ્વીકારી લીધું છે. સાથે જ રિલાયન્સનું સુકાન નવી પેઢીને સોંપવામાં આવ્યું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મંજૂરી આપી છે.મુકેશ અંબાણીએ સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. ભારત ન તો અટકે છે, ન થાકે છે કે ન હારે છે. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે ચંદ્રયાન-3ની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.