આજે માર્કેટ મામૂલી ઉછાળા ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઉછાળો

શેરબજારમાં વધઘટનો વેપાર ચાલુ છે. કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવતા ત્રિમાસિક પરિણામોએ બજારની ચાલ પર અસર કરી છે.

shareee
New Update

શેરબજારમાં વધઘટનો વેપાર ચાલુ છે. કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવતા ત્રિમાસિક પરિણામોએ બજારની ચાલ પર અસર કરી છે. આ સિવાય વૈશ્વિક બજારના સંકેતો પણ બજારની મૂવમેન્ટને નિયંત્રિત કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોના વેપારની બજાર પર અસર પડી રહી છે.

આજે પ્રી-ઓપનિંગમાં બજાર ઘટાડા સાથે ખુલવાના સંકેતો હતા, પરંતુ બાદમાં બજાર મામૂલી ઉછાળા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 154.51 પોઈન્ટના વધારા સાથે 80,375.23 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 43.95 પોઈન્ટના વધારા સાથે 24,516.05 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો

બજાજની પેટાકંપનીએ સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. બજાજ ફાઇનાન્સે જણાવ્યું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં 13 ટકાનો વધારો થયો છે. આજે કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, નેસ્લે, કોટક મહિન્દ્રા બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને મારુતિના શેર પણ ફાયદા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ એનટીપીસી, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

#India #Share Market #Stock Market #Nifty #Sensex
Here are a few more articles:
Read the Next Article