Connect Gujarat
બિઝનેસ

આજે બજાર મામૂલી ઉછાળા સાથે ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો..

બુધવારના રેકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે બજારની શરૂઆત સપાટ થઈ હતી.

આજે બજાર મામૂલી ઉછાળા સાથે ખૂલ્યું, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો..
X

બુધવારના રેકોર્ડ ઉછાળા બાદ સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે બજારની શરૂઆત સપાટ થઈ હતી. જોકે, શરૂઆતના ટ્રેડિંગમાં બજાર તેની નવી ઓલ-ટાઇમ હાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ 74,245.17ની નવી ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ પહેલીવાર 22500ની સપાટી ક્રોસ કરી છે. જે બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સવારે 9:43 વાગ્યે સેન્સેક્સ 82.35 (0.11%) પોઈન્ટ ઘટીને 74,048.98 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 19.65 (0.09%) પોઈન્ટ ઘટીને 22,454.40 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગુરુવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો એક પૈસાના ઘટાડા સાથે 82.82 પર પહોંચ્યો હતો.

Next Story