/connect-gujarat/media/media_files/AuIg9XEjJ7We2dgteriU.jpeg)
આત આજે શેર માર્કેટની શરૂલીલા નિશાન સાથે થઈ છે. બીએસઈના 30 શેરોવાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 65 પોઈન્ટના નજીવા વધારા સાથે 76528 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના 50 શેરનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક નિફ્ટી 6.40 પોઈન્ટ વધીને 23169ના સ્તરે ખૂલવામાં સફળ રહ્યો હતો.
પોલિસી બાદ વૈશ્વિક બજારમાં નબળો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગુરુવારે સ્થાનિક શેરબજાર બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેકસ અને નિફ્ટી 50 માં ઘટાડા સાથે ખુલવાની ધારણા છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય અને માઇક્રોસોફ્ટ, ટેસ્લા અને મેટાના ત્રિમાસિક પરિણામો પર રોકાણકારોની પ્રતિક્રિયાના કારણે એશિયન બજારો ઘટ્યા હતા, જ્યારે યુએસ શેરબજારો પણ રાતોરાત નુકસાન સાથે બંધ થયા હતા. યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. યુએસ ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરોને 4.25% - 4.50% પર યથાવત રાખ્યા છે.