/connect-gujarat/media/post_banners/287fce5dce879280601bcb01924542f0ad965b0b3f0b6d193adbcae884bd8c62.webp)
અમેરિકા બજારોના નબળા વલણ અને વેચવાલીના દબાણમાં આજે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યા. સતત ત્રીજા દિવસે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 348.29 પોઈન્ટ તૂટીને 59,585.72ના સ્તરે ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી પણ 80થી વધુ પોઈન્ટ ગગડીને 17,796.80 ના સ્તર પર ખુલ્યો. બજારની સ્થિતિ થી રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે.નિફ્ટી ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, સન ફાર્મા, યુપીએલ, બજાજ ફાઇનાન્સ, જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ટાઈટન કંપની શેર હાલ જોવા મળી રહ્યા છે.
નિફ્ટી ટોપ લૂઝર્સ માં TATA Cons. Prod, M&M, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સ માં M&M, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો અને એચડીએફસીના શેર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ એક વાર ફરીથી અમેરિકન બજારમાં નબળાઈ જોવા મળી. ડાઉ જોન્સ 173 અંક જ્યારે નાસ્ડેક 167 અંક ગગડીને બંધ થયા. ફેન્ડેક્સ દ્વારા વર્ષનું ગાઇડેન્સ પાછું લેવામાં આવતા અમેરિકા બજારને ઝટકો લાગ્યો છે. તાજેતરમાં અમેરિકામાં મોંઘવારી દરનો આંકડો આશા કરતા વધુ ઉપર જવા અને વ્યાજ દરમાં વધારાની આશંકાના પગલે બજારમાં ભારે નબળાઈ જોવા મળી હતી