Connect Gujarat
બિઝનેસ

રૂ.2 હજારની નોટ પાછી ખેંચવાની જાહેરાત સાથે જ સોનાના ભાવમાં કુત્રીમ તેજી ! ભાવ 70 હજારને પાર

ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે.આ જાહેરાત થતાની સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

X

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરતાની સાથે જ સોનાના ભાવમાં કુત્રીમ તેજી આવી છે.જેના કારણે રૂપિયા 2 હજારની નોટથી સોનુ ખરીદવુ હોય તો ભાવ 70 હજારને પાર પહોંચી ગયો છે.

ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે.આ જાહેરાત થતાની સાથે જ સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગત સાંજે 100 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 6.27 લાખ હતો એ આજે બપોર સુધીમાં તો 6.52 લાખને પણ પાર કરી ગયો હતો. સોનામાં પ્રતિ 10 ગ્રામ રૂ.5 હજારથી 10 હજાર સુધીનું પ્રીમિયમ બોલાવા લાગ્યું છે. આનો અર્થ એવો થયો કે રૂ.2 હજારની નોટમાં સોનું ખરીદવું હોય તો રૂ.70 હજારનો ભાવ થઈ ચૂક્યો છે. સાથે જ ચાંદીમાં પણ પ્રીમિયમ બોલાવવા લાગ્યું અને પ્રતિ કિલોગ્રામ 80 હજારનો ભાવ થઈ ગયો છે. નોંધનીય છે કે 2016માં 500 અને 1 હજારની તાત્કાલિક નોટબંધી આવી હતી ત્યારે સોનાનું સરેરાશ 15થી 1 મહિના સુધી પ્રીમિયમમાં વેચાણ થયું હતું પણ આ વખતે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે તો વેપારીઓનું માનવું છે કે આ પ્રીમિયમ ભાવ કે કૃત્રિમ તેજી લાંબો સમય ટકી શકશે નહીં.

Next Story