ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલની વરણી

New Update
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલની વરણી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર પાટીલની વરણી કરવામાં આવી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ જેટલા વર્ષથી જીતુ વાઘાણી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા. 

જાણો કોણ છે સી.આર પાટિલ...

તેમનું આખું નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ છે, પરંતુ હવે આખો દેશ એમને સી.આર.પાટીલના નામથી જ ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ થકી આજે નવસારી લોકસભા વિસ્તારમાંથી બીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર તેઓ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે ૧૬ માર્ચ ૧૯૫૫ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે સી.આર.પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે લીધું હતું. છેલ્લે સુરતની આઈટીઆઇમા અભ્યાસ કર્યો.

Latest Stories