ગાંધીનગર : કોરોના કાળ વચ્ચે 108ની સેવા સામે લોકોમાં ઉઠી ફરિયાદો, રાજ્ય સરકારે 150 જેટલી નવી એમ્બ્યુલન્સ ખરીદી

ગાંધીનગર : કોરોના કાળ વચ્ચે 108ની સેવા સામે લોકોમાં ઉઠી ફરિયાદો, રાજ્ય સરકારે 150 જેટલી નવી એમ્બ્યુલન્સ ખરીદી
New Update

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ઈમરજન્સી સેવા 108ને લઇ અનેક ફરિયાદો ઉઠી છે. જોકે 3 દિવસના વેઇટિંગ બાદ 108 દર્દીઓને લેવા આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવી 150 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ગાંધીનગર આવી પહોચતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યુ હતું.

ગુજરાત રાજ્યમાં કચ્છથી ડાંગ સુધીના સમગ્ર વિસ્તારમાં કોરોના દર્દીઓને વેળાસર એમ્બ્યુલન્સ સેવા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નવી 150 જેટલી 108 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે, ત્યારે આ તમામ 108 એમ્બ્યુલન્સ ગાંધીનગર આવી પહોચતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝંડી બાતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે એક સપ્તાહ પહેલા લીધો હતો. માત્ર એક જ અઠવાડિયામાં યુદ્ધના ધોરણે સમગ્ર પ્રક્રિયાઓ પૂર્ણ કરીને 108 એમ્બ્યુલન્સને આરોગ્ય સેવાના કાફલામાં સેવારત કરવામાં આવી છે.

જોકે આ તમામ એમ્બ્યુલન્સને અમદાવાદ-વડોદરા સહીત ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારથી લઈને કચ્છના સરહદી ક્ષેત્ર સુધી જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે સુસજ્જ કરવામાં આવી છે. એટલું જ નહિ, નવી 108માં ઓક્સિજનની સુવિધા, જરૂરી તબીબી સાધનો અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સગવડ, જી.પી.એસ સિસ્ટમ, સ્માર્ટ ફોન દ્વારા પેપરલેસ ડિજીટલી મોનિટરીંગ સીધું સી.એમ. ડેસ્ક બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સને તાત્કાલિક ધોરણે જે તે જિલ્લાઓને ફાળવવામાં આવી છે, ત્યારે આવનાર સમયમાં કોરોનાના દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે.

#Corona Virus #Gandhinagar #Gandhinagar News #108 ambulance #Connect Gujarat News
Here are a few more articles:
Read the Next Article