ગુજરાત કોંગ્રેસ લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આ પ્રકારની અટકળોને ડામવા અમદાવાદ પોતાનું સરનામું બનાવી લીધું છે
રાજ્યમાં 2022 વિધાનસભા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્મા ફ્લેટ રાખ્યો છે. લો ગાર્ડન નજીક ગુજરાત કોલેજ રોડ પર રઘુ શર્મા રાખ્યો ફ્લેટ રાખ્યો છે. ચૂંટણી સુધી ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરી સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટ રઘુ શર્મા નું સરનામું રહેશે. ફ્લેટ સુરત કોંગ્રેસના એક આગેવાન હોવાની માહિતી મળી રહી છે. રઘુ શર્મા ની કામગીરીની હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે , એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે તો બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી થી આલા કમાન નારાજ થયું હોવાની ચર્ચા વહેતી થઈ છે રઘુ શર્મા પ્રભારી તરીકે નિમાયા બાદ પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાય બાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન એક્શનમાં આવ્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170