“કોરોના એલર્ટ” : સુરત-રાજકોટથી અમદાવાદ જતાં લોકો થોભજો, તંત્ર દ્વારા લેવાય રહ્યા છે આગમચેતી પગલા

New Update
“કોરોના એલર્ટ” : સુરત-રાજકોટથી અમદાવાદ જતાં લોકો થોભજો, તંત્ર દ્વારા લેવાય રહ્યા છે આગમચેતી પગલા

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે રાજકોટ અને સુરતમાં કોરોનાના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે હાલ સુરતથી અમદાવાદ આવતા લોકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોના સ્ક્રિનિંગ સહિત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદને ફરીથી ચેપગ્રસ્ત ન કરે તે માટે તંત્ર દ્વારા આગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં તેનો ચેપ ન પ્રસરાય તે માટે સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોને કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી સુરતથી અમદાવાદ આવતા કોઈ વ્યક્તિમાં તેના લક્ષણો છે કે, નહીં તેની જાણ થઈ શકે. જોકે શંકાસ્પદ કેસ જણાશે તો તાત્કાલિક પગલા ભરવા માટે તંત્ર દ્વારા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગ પર પોલીસ અને હેલ્થની ટીમો તૈનાત કરવામાં આવી છે. અમદાવાદમાં સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સૌપ્રથમ ગુજરાતના અમદાવાદમાં એપી સેન્ટર તરીકે કોરોના વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ અમદાવાદ કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળી રહ્યું છે, ત્યારે સુરત-રાજકોટના લોકો અમદાવાદ આવતા શહેરમાં વધુ ચેપ ન ફેલાય તે માટે તંત્ર તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories