કોરોના ઇફેકટ : ગુજરાત STની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે બસ સેવા હંગામી ધોરણે સ્થગિત

New Update
કોરોના ઇફેકટ : ગુજરાત STની મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માટે બસ સેવા હંગામી ધોરણે સ્થગિત

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. હજી તો માંડ થાળે પડ્યું હતું તેમાં કોરોનાએ ફરી વાર રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેના પગલે GSRTCની સેવા પર અસર પડી રહી છે. સંક્રમણ વધવાને પગલે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણે બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. એમાં પણ રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હાલ વિભાગ તરફથી 5047 શિડ્યુલ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ એસટી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માટે બસ સેવા હાલ સ્થગિત કરી દીધી છે.

એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, સ્વૈચ્છિક લૉકડાઉનના કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ આવતા અને જતા પ્રવાસીઓની 50 ટકા સંખ્યા ઘટી છે. જેના કારણે રાજસ્થાન પહેલા 120 શિડ્યુલ બસ ચલાવતા હતા તેમાંથી અડધી જ બસ ચલાવવામાં આવી રહી છે.

Latest Stories