કોરોના કહેર : રાજ્યમાં આજે 14340 નવા કેસ નોધાયા,158 દર્દીઑના થયા મોત

New Update
પ્રથમ વખત દેશમાં 3.32 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા, 2263 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે પ્રથમ વખત 14340 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.

રાજ્યમાં આજે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461  પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત  કોર્પોરેશનમાં 23,  રાજકોટ કોર્પોરેશન-10, મહેસાણા 4, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, જામનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન-2,   બનાસકાંઠા-4, જામનગર-7, દાહોદ 1, કચ્છ 9, પાટણ 4,  સુરેન્દ્રનગર 5, ગાંધીનગર કોર્પોરેશન 1, વડોદરા 6, પંચમહાલ 1, ભાવનગર 2, સાબરકાંઠા 5, અમરેલી 2, મહીસાગર 2, ગાંધીનગર 1, ખેડા 1, જૂનાગઢ કોર્પોરેશન 3, ભરુચ 2, જૂનાગઢ 2, વલસાડ 2, આણંદ 1, અરવલ્લી 2, મોરબી 3, અમદાવાદ 1, છોટા ઉદેપુર 1,   દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ 4 અને  બોટાદમાં 1 મોત થયું છે. 

અમદાવાદ કોર્પોરેશનમાં 5619,  સુરત કોર્પોરેશનમાં 1472, રાજકોટ કોર્પોરેશન 546, મહેસાણા 531, વડોદરા કોર્પોરેશન-528, સુરત 404,  જામનગર કોર્પોરેશન-383, ભાવનગર કોર્પોરેશન  361,  બનાસકાંઠા 297, જામનગર-285,  દાહોદ 250,   કચ્છ 232, પાટણ 230,  સુરેન્દ્રનગર 199, ગાંધીનગર કોર્પોરેશન 188, વડોદરા 178, પંચમહાલ 176,   ભાવનગર 175, સાબરકાંઠા 161, અમરેલી 158, મહીસાગર 157, તાપ 156, ગાંધીનગર 155, ખેડા 149,   જૂનાગઢ કોર્પોરેશન 137, ભરુચ 135,  નવસારી 125,  જૂનાગઢ 122, ગીર સોમનાથ 121, વલસાડ 118, આણંદ 92, અરવલ્લી 77, મોરબી 66, અમદાવાદ 60, છોડા ઉદેપુર 58,   દેવભૂમિ દ્વારકા 52, રાજકોટ 52, પોરબંદર 51, નર્મદા 35, ડાંગ 28 અને બોટાદ 21 કેસ નોંધાયા હતા.  

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.