રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે. આજે સતત બીજા દિવસે 1000થી વધુ કેસ નોંધાયા છે. એટ્લે કે 1020 નવા કેસ આવ્યા. રાજ્યમાં 21 જુલાઈની સાંજથી 22 જુલાઈની સાંજ સુધીમાં કોરોનાના 1020 નવા કેસ નોંધાયા છે અને 28 દર્દીના મોત થયા છે. આ 28 મોતમાંથી 19 મોત તો માત્ર સુરતમાં જ થયા છે. સુરતમાં ગઈકાલે 21 મોત થયા હતા. આમ બે દિવસમાં જ 40ના મોત થઈ ગયા છે. જ્યારે 837 દર્દીને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 51, 485 કેસ નોંધાયા છે. તેમજ 37,240 દર્દી સાજા થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,229 થયો છે.
કોરોનાનો કહેર: 1020 નવા કેસ સાથે 28 દર્દીના મોત, કુલ આંક 51,485
New Update