Covid-19 : રાજ્યમાં આજે 2220 નવા કોરોના કેસ નોંધાયા, વધુ 10 લોકોના થયા મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.34 લાખ નવા કેસ નોંધાયા
New Update

રાજ્યમાં આજે કોરોના વાયરસના 2220 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.

આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં  1 મોત સાથે કુલ 10  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે. 

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.

રાજ્યમાં 2220 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.  

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. 

સુરત કોર્પોરેશનમાં 601,  અમદાવાદ કોર્પોરેશનમાં 578, વડોદરા કોર્પોરેશનમાં 160 , રાજકોટ  કોર્પોરેશનમાં 123, સુરત 101, રાજકોટ 25 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

#Connect Gujarat #Covid 19 #people #corona cases #Gujarat Corona Virus #gujarat fight corona #gujarat covid19 #2220 new corona cases #killing 10
Here are a few more articles:
Read the Next Article