ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. બીજી તરફ 1539 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા. આજે 3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778, વડોદરા કોર્પોરેશનમાં 410, વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191, ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109, નવસારી 107, ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88, ભરુચ 78, ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47, જૂનાગઢ કોર્પોરેશન 33, અમદાવાદ 30, ગીર સોમનાથ 27, પંચમહાલ 25, દાહોદ 24, અમરેલી 23, અરવલ્લી 21, સુરેન્દ્રનગર 19,બનાસકાંઠા 18, પાટણ 17, ભાવનગર 15, મહીસાગર 15, તાપી 13, જામનગર 11, જૂનાગઢ 11, નર્મદા 11, દેવભૂમિ દ્વારકા 10, સાબરકાંઠા 10, છોટા ઉદેપુર 3 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 32469 કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 32440 નાગરિકો સ્ટેબલ છે. 825702 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10130 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 2 મૃત્યુ થયા. સુરતમાં 1 અને રાજકોટમાં 1 મોત થયું છે