Covid -19 : રાજ્યમાં આજે 848 નવા કેસ નોધાયા, 12 દર્દીના થયા મોત

New Update
Covid -19 : રાજ્યમાં આજે 848 નવા કેસ નોધાયા, 12 દર્દીના થયા મોત

રાજ્યમાં આજે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 848 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 12 દર્દીના મોત થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9933 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 2915 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 7,88,293 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18008 પર પહોંચ્યો છે. જેમાંથી 371 દર્દી વેન્ટિલેટર પર અને 17637 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.58 ટકા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 126, વડોદરા કોર્પોરેશન 126, સુરત કોર્પોરેશન 91, વડોદરા 65, સુરત 50, જૂનાગઢ 45, ગીર સોમનાથ 39, રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ 22, જામનગર કોર્પોરેશન 20, પંચમહાલ 18, સાબરકાંઠા 17, દેવભૂમિ દ્વારકા 16, નવસારી 15, ખેડા 14, વલસાડ 14, પોરબંદર 13, ભરુચ 12, કચ્છ 12, મહેસાણા 12, જામનગર 11, જૂનાગઢ કોર્પોરેશન 11, આણંદ 10, અમદાવાદ 8, પાટણ 8, બનાસકાંઠા 7, ભાવનગર કોર્પોરેશન 7, ગાંધીનગર કોર્પોરેશન 7, અમરેલી 6, ભાવનગર 5, મહીસાગર 5, ગાંધીનગર 4, દાહોદ 2, તાપી 2 અને મોરબીમાં 1 કેસ સાથે કુલ 848 કેસ નોંધાયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, સુરત 1, ગીર સોમનાથ 1, જામનગર 1, બનાસકાંઠા 1,ભાવનગર 1, ગાંધીનગર 1, અને અરવલ્લીમાં 1 મોત સાથે કુલ 12 મોત થયા છે.

રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,26,335 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Latest Stories