Covid-19 : રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ, આજે 2875 નવા કેસ નોધાયા

New Update
Covid-19 :  રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ, આજે 2875 નવા કેસ નોધાયા

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. આજે કોરોના વાયરસના 2875 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 14 લોકોના કોરોના સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે 2024 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.

આજે સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 14 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4566 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 646, સુરત કોર્પોરેશનમાં 545, વડોદરા કોર્પોરેશનમાં 309, રાજકોટ કોર્પોરેશનમાં 233, સુરત 179, પાટણ 61, ભાવનગર કોર્પોરેશન 58, વડોદરા 58, મહેસાણા-56, જામનગર કોર્પોરેશન-54, જામનગર 43, રાજકોટ 43, દાહોદ 38, પંચમહાલ 37, ગાંધીનગર 35, બનાસકાંઠા 30, ભરૂચ 30, ગાંધીનગર કોર્પોરેશન 30, ખેડા 29, મોરબી-27, કચ્છ 26, આણંદ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા-21, સુરેન્દ્રનગર 20, ભાવનગર 19, અમરેલી 18, સાબરકાંઠા 18, તાપી 18, જુનાગઢ કોર્પોરેશન 17, છોટા ઉદેપુર 16, નર્મદા 16, વલસાડ 16 અને નવસારી-15 કેસ નોંધાયા હતા.

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. 

Latest Stories