• લીમખેડા તાલુકાની પીપળાપાણી પ્રાથમિક શાળામાં સમસ્યા

  • તંત્રની ઉદાસીનતાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો

  • પતરાના શેડ નીચે બેસી શિક્ષણ લેવા બાળકો મજબૂર બન્યા

  • બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી

  • વહેલી તકે શાળાનું નવું મકાન બનાવવા માટે રજૂઆત કરાય

ગુજરાત રાજ્યમાં શિક્ષણના શ્રેષ્ઠ દાવા વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પીપળાપાણી પ્રાથમિક શાળામા તંત્રની ઉદાસીનતાના કારણે બાળકો પતરાના શેડ અને ઓટલા પર બેસી શિક્ષણ લેવા મજબૂર બન્યા છે.

ગુજરાત રાજ્યના છેવાડાના દરેક ગામડે શ્રેષ્ઠ શિક્ષણના સરકારના દાવા છે. પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી પીપળાપાણી પ્રાથમિક શાળાના દ્રશ્યો જોઈ સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. અહી ધો. 1થી 8માં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ શાળાના જૂના ઓરડા જર્જરીત થતા નવા 6 ઓરડા મંજૂર કરી જૂના ઓરડા તોડી નાખવામાં આવ્યાઅને નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયાને 2 મહિના થયા છતાં હજુ કામ શરૂ થયું નથી. હાલ માત્ર એક ઓરડો છેજેમાં ઓફિસ ગણો કેવર્ગખંડ… તમામ સામાન એક જ ઓરડામાં જોવા મળે છે. અહી બાળકો પણ બેસે છેઅને બીજા બાળકો ઓટલા ઉપર બેસીને અભ્યાસ કરે છેજ્યારે અન્ય બાળકો પતરાના શેડ નીચે બેસીને શિક્ષણ લેવા મજબૂર બન્યા છે. જોકેહાલ ગરમીનો સમય છેત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બાળકો માટે વહેલી તકે શાળાનું નવું મકાન બને તેમજ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.