/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/D2.jpg)
સ્ટેશન રોડ ઉપર આવેલા ગાંધી ગાર્ડનમાં રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પમાળા તેમજ સુતરની આંટી પહેરાવી હતી
દાહોદમાં આજે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે દાહોદ સ્ટેશન રોડ ઉપર આવેલા ગાંધી ગાર્ડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી તેમજ પુષ્પમાળા ચઢાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.
સત્ય અને અહિંસાના પ્રખર હિમાયતી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે દાહોદ ભાજપ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ સ્ટેશન રોડ ઉપર આવેલા ગાંધી ગાર્ડનમાં રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પમાલા તેમજ સુતરની આંટી પહેરાવી હતી. દાહોદ નગર પાલિકાના વોર્ડ ૯નાં કામદારોને જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી આર કે પટેલ તેમજ દાહોદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રમાણ પત્રો એનાયત કરાયા હતા.
કેન્દ્રીયમંત્રી જસવંતસિંહ ભાભોરે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાન બાપુની પ્રતિમા સામે કરવામાં આવયો હતો. ત્યારબાદ બાજુમાં આવેલી છોટા લાલ જાદવજી નુતન પ્રાથમિક શાળામાં બાળકોએ મહાત્મા ગાંધીજીની અલગ અલગ કૃતિઓ બનાવી તેને નિહાળવા કેન્દ્રીયમંત્રી જસવંતસિંહ ભાભોર અને જિલ્લા કલેકટર પહોંચ્યા હતા.
તેવી જ રીતે દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દાહોદનાં ધારાસભ્ય વજેસિંગ પણદા સ્ટેશન રોડ ઉપર આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમાને પુષ્પાંજલી કરી સુતરની આટીં પહેરાવી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે દાહોદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજી તુમ અમર રહોના નારા મારીને વાતાવરણ ગુંજી ઉઠયું હતું