હાડકા આપણા શરીરનો મુખ્ય આધાર છે. તેના વગર શરીરના માળખાની કલ્પના કરવી પણ અશક્ય છે. હાડકા માત્ર શરીરને આકાર જ નથી આપતાપરંતુ મહત્વના અંગોને સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે. જોકેઆપણી રોજિંદી કેટલીક એવી ભૂલો છે જે દેખીતી રીતે સામાન્ય લાગે છેપરંતુ તે હાડકાંને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે.

– મીઠાનું વધુ પડતું સેવન :

આપણી સૌથી સામાન્ય ભૂલ ખોરાકમાં જરૂરિયાત કરતાં વધુ મીઠું લેવાની છે. મીઠાનું વધુ પડતું સેવન માત્ર બ્લડ પ્રેશર જ નથી વધારતુંપરંતુ તે હાડકાંમાંથી કેલ્શિયમને ઘટાડવાનું કામ પણ કરે છે. 

– બેસવા અને ઉઠવાની ખોટી રીત :

આજના ડિજિટલ યુગમાં ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે. ઘણીવાર આરામ મેળવવા માટે આપણે ખોટી રીતે ઝૂકીને કે વાંકા વળીને બેસીએ છીએ. આ ખોટું પોશ્ચર સીધી રીતે કરોડરજ્જુ પર દબાણ લાવે છે. લાંબા ગાળે આ આદત સ્પોન્ડિલાઈટિસ કે કમરના કાયમી દુખાવામાં પરિણમી શકે છે. 

– દારૂનું સેવન :

દારૂ માત્ર લિવર કે કેન્સર જેવી બીમારીઓ માટે જ જવાબદાર નથીપણ તે હાડકાની મજબૂતી પણ છીનવી લે છે. આલ્કોહોલના સેવનથી શરીર કેલ્શિયમ અને વિટામિન-ડીને શોષી શકતું નથી. આનાથી હાડકાંની ઘનતા ઘટી જાય છે અને તે બરડ બની જાય છેજેનાથી ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે. 

– અપૂરતું પોષણ અને તડકાનો અભાવ :

જો તમારા ડાયટમાં કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપ હશે,તો હાડકા વહેલા ખોખલા થઈ જશે. દૂધપનીરમાખણ અને લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ઉપરાંતવિટામિન-ડી મેળવવા માટે દરરોજ 10થી 20 મિનિટ સવારના કુમળા તડકામાં બેસવું અનિવાર્ય છે. પોષણના અભાવે હાડકાં અંદરથી પોલા થઈ જાય છે જેને મેડિકલ ભાષામાં ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે.