• ડાંગમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો ધમધમાટ

  • આહવા સ્વરાજ આશ્રમ ખાતે યોજાઈ સભા

  • હર્ષ સંઘવીએ વિકાસ સંકલ્પ સભામાં કર્યું સંબોધન

  • હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

  • ભાજપ વિજેતા બનશેનો વ્યક્ત કર્યો આશાવાદ 

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે,ત્યારે આહવા સ્વરાજ આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી,આ પ્રસંગે હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે,ત્યારે આહવા સ્વરાજ આશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં વિકાસ સંકલ્પ સભા યોજાઈ હતી,આ પ્રસંગે આદિવાસી પરંપરા મુજબ હર્ષ સંઘવીનું સાફો પહેરાવી,તીર કમાન આપી સ્વાગત ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું,સભામાં સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે  ડાંગ જિલ્લો માત્ર અંગ્રેજો સામે નહિ પરંતુ ધર્માંતરણ અને સંસ્કૃતિ સામે લડવા માટે જાણીતો છે,આ પ્રંસગે તેઓએ સંબોધન દરમિયાન કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.