ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાઢવીના કાર્ય વિસ્તારમા આવેલા ગોંડલવિહિર સબ સેન્ટર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ વિશેષ કરીને આજના કિશોરી/કિશોરીઓને વ્યસનથી થતા નુકશાન સાથે સ્વાસ્થ્યને લગતા નાનામોટા રોગો સહિત કેન્સર જેવી ગંભીર વિશેની સમજ આપવામાં આવી હતી. આ વેળા કિશોરી/કિશોરીઓને વ્યસન અંગેના પ્રચાર સાહિત્યના વિતરણ સાથે IEC એકટીવીટી પણ કરવામાં આવી હતી.

નાની ઉંમરનું કોઇપણ વ્યસન માંદગી, ગરીબી, અને બરબાદીનું કારણ બની શકે છે. ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુથી થતા નુકશાન અંગે જાગૃત કરવા સાથે વિવિધ સંસ્થાઓ, અને સરકાર સાથે મળીને તમાકુ મુક્ત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. દરમિયાન COTPA-2003 કાયદા અંગેની કલમો વિશે ચર્ચા કરી, કલમ-૬(અ) મા ૧૮ વર્ષથી નાની વયની વ્યકતિઓમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે. આજની કેટલીક શાળાએ ન જતા કિશોરી/કિશોરીઓમાં વ્યસનથી થતા નુકશાન અંગેની ખબર હોતી નથી.

જેથી તેઓ ઝડપથી વ્યસન તરફ આકર્ષાય છે. તેમના પરિવારોનું પુરતુ શિક્ષણ ન હોવાને કારણે એ વ્યસન માર્ગે ધકેલાઈ છે. જેને કારણે એ નાની ઉંમરે રોગનો ભોગ બને છે. તમાકુ અને તેની બનાવટ સિગારેટ, બીડી, ગુટખા અને પાન-મસાલાના સેવનથી મોઢાનુ કેન્સર, ટીબી જેવા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુને નિકોટીનની લતથી આજના આ યુવાધનને બચાવવાના આશય સાથે તમાકુનું વ્યસન છોડવા અપીલ કરવામાં આવી હતી.