ડાંગ જીલ્લામાં મેઘ મલ્હાર થતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

અવિરત મેઘ મલ્હારના કારણે ડાંગ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળતા સાથે ખુબસૂરત નજારો સર્જાયો છે. ચોમાસાની ઋતુમાં અહીં વનરાજી, જ્યારે નવા વાઘા ધારણ કરે છે, ત્યારે ઠેર ઠેર આવા મનમોહક દ્રશ્યો ખડા થાય છે. સુબિર તાલુકાના ગીરમાળ જળધોધ તથા તે પહેલા આવતા યુ ટર્ન વ્યુ પોઈન્ટની મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણતા નજરે પડી રહ્યા છે. અહીના વિસ્તારમાં પ્રકૃતિપ્રેમી અને પર્યટકોને ટોળે ટોળા ઉમટી રહ્યા છે.