રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખની મુલાકાતે ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા
New Update

રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ મુલાકાતે પહોંચ્યા છે. પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ જોયો; ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રાવત અને સેના પ્રમુખ પણ હાજર તેમણે લેહમાં સ્ટફના ફોરવર્ડ લોકેશન પર જવાનો સાથે વાત કરી હતી. સૈનિકોએ પેરા ટ્રૂપિંગ અને સૈન્ય અભ્યાસ પણ દર્શાવ્યો હતો. આ દરમિયાન રાજનાથ સિંહે હથિયારોની તપાસ પણ કરી હતી. તેમણે પીકા મશીનગન હાથમાં લઈને જોઈ હતી. રાજનાથ સિંહ સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ છે.

publive-image

બે દિવસની મુલાકાતમાં રાજનાથ સિંહ આજે લદ્દાખમાં ફોરવર્ડ લોકેશનની મુલાકાત લેશે. શનિવારે શ્રીનગર જશે. ગલવાનની ઘટના પછી આ રાજનાથ સિંહની પ્રથમ મુલાકાત છે. 15 જૂને ગલવાન ઘાટીમાં ચીન સાથેની ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.

#PM NarendraModi #Indian Army #Indian Air Force #Indian Government #rajnathsingh #Laddakh
Here are a few more articles:
Read the Next Article