દિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો

New Update
દિલ્હી: 1984ના શીખ વિરોધી રમખાણો વિષે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો ખુલાસો

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે 1984ના શીખ વિરોધી રમખાણો અંગે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે, જો તત્કાલીન ગૃહમંત્રી નરસિંહા રાવે ઇન્દ્રકુમાર ગુજરાલની સલાહ પર ધ્યાન આપ્યું હોત અને તત્પરતા દાખવી હોત તો હત્યાકાંડ અટકાવી શકાયો હોત. ડો. મનમોહન સિંહે કહ્યું કે, “જ્યારે 84 રમખાણો થયાં, ત્યારે ઇન્દ્રકુમાર ગુજરાલ તત્કાલીન ગૃહ પ્રધાન નરસિંહા રાવ પાસે ગયા અને તેમને કહ્યું કે પરિસ્થિતિ ખૂબ નાજુક છે. આવી સ્થિતિમાં સરકાર જેટલી જલ્દીથી સેનાને બોલાવી શકે છે એટલું વધુ સારું. જો તે સલાહ સ્વીકારવામાં આવી હોત, તો 84માં હત્યાકાંડ રોકી શકાયો હોત''.

આપને જણાવી દઈએ કે, બુધવારે પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલની જન્મજયંતિ હતી. આ પ્રસંગે

દેશના તમામ ભાગોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને

દિલ્હીમાં પણ એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંઘ

સહિતના તમામ લોકોએ ભાગ લીધો હતો. આ પહેલા ઘણા નેતાઓએ ઇન્દ્રકુમાર ગુજરાલને યાદ

કર્યા અને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.

Latest Stories