New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/07094337/russian-coronavirus-vaccine-1.jpg)
આગામી 1લી મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોનું વેક્સિનેશન શરૂ થશે, તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંખ્યાબંધ બેઠકો યોજ્યા બાદ કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી હતી.કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં તમામ પુખ્ત નાગરિકોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.
દેશમાં એક જ દિવસમાં વિક્રમજનક 2.73 લાખ કેસ નોંધાયા બાદ સરકારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં સરકારે ફક્ત ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન કરવાની પરવાનગી આપી હતી.