દિલ્હી:પૂર્વ પી.એમ. ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત

દિલ્હી:પૂર્વ પી.એમ. ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત
New Update

દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે. એઇમ્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે મનમોહન સિંહને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલમાં તેઓ રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. 2009 માં તેમની એઈમ્સમાં કોરોનરી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રવિવારે જ દિલ્હીમાં 25462 લોકો સંક્રમિત થયા હતા અને 161 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં

#Delhi #COVID19 #CoronavirusDelhi #Dr. Manmohan Singh
Here are a few more articles:
Read the Next Article