અકબર અને બિરબલની વાર્તાઓથી સૌ કોઇ માહિતગાર હશે ત્યારે ગુજરાતના ખેડુતોએ નવા કૃષિ કાયદાઓને બિરબલની ખીચડી જેવા ગણાવ્યાં છે. જે રીતે બિરબલે આગની એકદમ ઉપર વાસણ રાખી ખીચડી રાંધવા મુકી હતી તેવી રીતે નવા કાયદાઓથી ખેડુતોને કોઇ ફાયદો ન થવાનો હોવાનું ગુજરાતના ખેડુત આગેવાનોએ જણાવ્યું છે.
દેશમાં ચાલી રહેલાં કિસાન આંદોલનમાં હવે ગુજરાતના ખેડુતો પણ સામેલ થયાં છે. ગુજરાતમાંથી ધીમે ધીમે ખેડુતો દિલ્હી કુચ કરી રહયાં છે. આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચેલાં ખેડુત આગેવાનોએ માર્ગમાં અનોખો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. તેમણે નવા કાયદાઓને બિરબલની ખીચડી જેવા ગણાવ્યાં છે. ગુજરાતના ખેડુતોના મત મુજબ ભાજપની સરકારે અમલી બનાવેલાં નવા કાયદાઓથી ખેડુતોને કોઇ ફાયદો થવાનો નથી. નવા કાયદાઓથી ઉદ્યોગપતિઓને જ ફાયદો છે.