• ગાઝિયાબાદના પરિવાર માટે કોર્ટનો ચુકાદો

  • સુપ્રીમ કોર્ટે દર્દીને અસહ્ય પીડામાંથી આપી મુક્તિ

  • અકસ્માત બાદ જીવતી લાશ બની ગયો હતો પુત્ર

  • માતાપિતાએ પુત્ર માટે કોર્ટના ખટખટાવ્યા હતા દ્વાર

  • સુપ્રીમ કોર્ટે આપી ઈચ્છા મૃત્યુની મંજૂરી  

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઈચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે મોહર મારી હતી,અને આ ચુકાદા સમયે જસ્ટિસ પણ ભાવુક બની ગયા હતા.

સુપ્રીમ કોર્ટે માનવીય અભિગમ અપનાવીને 13 વર્ષથી પથારીવશ 31 વર્ષીય યુવક હરીશ રાણાને પેસિવ યુથેનેશિયા (ઈચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી દીધી છે. હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઈચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.    

આ અરજી અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે દિલ્હીની AIIMS હોસ્પિટલ પાસે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો. તબીબોની ટીમે રિપોર્ટમાં કહ્યું હતું કેહરીશના સ્વાસ્થ્યમાં સુધારાની કોઈ જ શક્યતા નથી. આ રિપોર્ટને આધારે કોર્ટે અવલોકન કર્યું કેકોઈ વ્યક્તિને આટલી અસહ્ય પીડામાં અનિશ્ચિતકાળ સુધી રાખી શકાય નહીં.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે હરીશ માટે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી દીધી. આ પ્રક્રિયામાં દર્દીને જીવંત રાખવા માટે અપાતા કૃત્રિમ લાઇફ સપોર્ટ હટાવી લેવાયા છેજેથી તેનું કુદરતી રીતે મૃત્યુ થઈ શકે. આ ચુકાદો આપતી વખતે જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે,આવા નિર્ણય મુશ્કેલ છે,પરંતુ દર્દીની સ્થિતિ અત્યંત દુઃખદ છે.