ડાંગ જિલ્લામાં કુલ ૪૩૦૧.૯૨ રૂપિયાના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ગાંધીનગરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કર્યું ઈ-ખાતમુહુર્ત/ભૂમિપૂજન

ડાંગ જિલ્લામાં કુલ ૪૩૦૧.૯૨ રૂપિયાના ખર્ચે થનાર વિકાસ કાર્યોનું ગાંધીનગરથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કર્યું ઈ-ખાતમુહુર્ત/ભૂમિપૂજન
New Update

વિકાસના પંથે આગળ વધી રહેલા ડાંગ જિલ્લામાં રાજ્ય સરકારે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરીને, કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ ડાંગના પ્રજાજનોને આપી છે, જે બદલ સૌ પદાધિકારીઓ, કાર્યકરો, ડાંગીજનો, અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પાઠવ્યા છે.

publive-image

ગાંધીનગરથી શ્રેણીબદ્ધ વિકાસ કામોનું ઈ-ખાતમુહુર્ત/ભૂમિપૂજન અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ. ૪૩૦૧.૯૨ લાખના ખર્ચે 5 કામોનું ખાતમુહુર્ત/ભૂમિપૂજન કર્યું હતું. કોરોનાને અનુલક્ષીને ડીજીટલ ટેકનોલોજીના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ડાંગના પદાધિકારીઓ સર્વ બાબુરાવ ચૌર્યા, રમેશ ચૌધરી, મંગળ ગાવિત, રમેશ ગાંગુર્ડે, રાજેશ ગામીત સહિત જિલ્લા પંચાયત અધ્યક્ષા બીબીબેન ચૌધરી સાથે નાયબ મુખ્યમંત્રીએ સંવાદ સાધી, રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં માજી ધારાસભ્ય વિજય પટેલ, ગીરીશ મોદી, સંકેત બંગાળ સહિતના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આહવાના સર્કીટ હાઉસ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં કલેકટર એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર ભગોરા, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, નાયબ ઈજનેરો સર્વ અમીષ પટેલ, ધર્મેશ પટેલ, સંપત બારોટ, સંદીપ માહલા સહિત માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના અધિકારીઓ અને તેમની ટીમ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા થયેલા ઈ-ખાતમુહુર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમમાં, ડાંગ જિલ્લાના રાજ્ય માર્ગ મકાન વિભાગના બે કુલ રૂ. ૨૫૪૧.૯૨ લાખના બે કામો, તથા જિલ્લા પંચાયત હસ્તકના બાંધકામ વિભાગ હસ્તકના કુલ રૂ. ૧૭૬૦ લાખના ત્રણ કામો મળી એકંદર કુલ રૂ. ૪૩૦૧.૯૨ લાખના ખર્ચે 5 વિકાસ કામોનો સમાવેશ થાય છે.

#Dang #Gandhinagar #Gujarat government #DangNews #DyCM Nitin Patel
Here are a few more articles:
Read the Next Article