Connect Gujarat
Featured

દેવભૂમિ દ્વારકા : પૂનમબેન માડમના હસ્તે 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું

દેવભૂમિ દ્વારકા : પૂનમબેન માડમના હસ્તે 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું
X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં 10 હજાર લીટર ઓકસિજન ટેન્કનું સાંસદ પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને કોરોનાના આ કપરા કાળમાં સ્થાનિક સ્તરેજ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવા સરકારના પ્રયાસોના કારણે આગામી સમયમાં ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં બેડ પણ વધારવામાં આવશે...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સ્થાનિક કક્ષાએ કોરાનાની અદ્યતન સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે સાંસદ પૂનમબેન માડમના હસ્તે જનરલ હોસ્પિટલ ખંભાળીયા ખાતે ૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ 10 હજાર લીટર ઓક્સિજન ટેન્કનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ખંભાળીયા સિવીલ હોસ્પિટલમાં અત્યારે ૧૧૦ બેડ ઓકસિજનના ઉપલબ્ધ છે તેમાં કેટલાક વેલ્ટીનેટર પરના દર્દીઓને ઓકસિજનની વધુ જરૂરીયાત હતી અને કેટલાક દર્દીઓને ઓકસિજના અભાવે દાખલ કરી શકતા ન હતા પરંતુ રાજય સરકારના સતત પ્રયત્નો રહયા છે કે ખંભાળીયાની હોસ્પિટલને ઓકસિજન ટેન્ક મળે ત્યારે દ્વારકા જિલ્લામાં આવેલ કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. કંપની દ્વારા ૫૦ લાખના ખર્ચે 10 હજાર લીટરની ટેન્ક જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવી હતી જેનું લોકાર્પણ કરવામાં આવ્યું જેના લીધે સિડહોજ ફાયદો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોરોના ની સારવાર લેનાર દર્દીઓ અને આવનાર સમય માં કોરોના પોઝીટીવ આવનાર દર્દીઓ કે જેમને ઓક્સિજન કે વેન્ટિલેટર પર રાખવા પડે તે સ્થિતિમાં જણાય તો તેવા દર્દીઓને પણ આ સુવિધા નો લાભ મળશે સાથે જ હાલ ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં બે ટેન્ક મળીને લિક્વિડ ઓક્સિજન બે કિલો લીટર નો જથ્થો ઉપલબ્ધ રહેતો હતો જેને દર રોજ રિફીલિંગ કરાવવા માટે ફરજ પડતી હતી જ્યારે 10 કિલો લીટર ની આ નવી ટેન્ક RSPL કંપની દ્વારા આપવામાં આવતા હવે દરરોજ રિફીલિંગ ની જરૂર નહીં પડે સાથે જ જરૂરિયાત મુજબ લિક્વિડ ઓક્સિજન ના જથ્થા નો સ્ટોક કરી રખાશે અને ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં વધુ બેડ પણ ઉભા કરાશે જેથી વધુ ને વધુ લોકોની સારવાર કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવશે ...

Next Story