સંકટ મોચન હનુમાન અહીં ભક્તોનું અભિમાન કરે છે દૂર, ભરૂચના ગુમાનદેવ હનુમાનજી મંદિરની રોચક કથા

ગુમાનદેવ  મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા.તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો

New Update
Gumandev Hanuman Mandir

શ્રાવણ માસમાં ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છેભક્તો દાદા પ્રત્યે અનેરી શ્રધ્ધા ધરાવે છે,માન્યતા છે કે અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટલે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે. 

ભરૂચના ઝઘડિયા નજીક કાવેરી નદીના કિનારે આવેલ ગુમાનદેવ  મંદિર પાછળ દંતકથા સંકળાયેલ છે તે મુજબ આ મુર્તિ સ્વયંભૂ છે. ગુલાબ દાસજી મહારાજ કે જેઓ અયોધ્યાના હનુમાન ગઢીના સંત હતા.તેઓ અહીં આવ્યા હતા અને તેઓને સ્વપ્નમાં આ મૂર્તિ અંગે આભાસ થયો હતો અને આ મુર્તિ સાથે એક શિયાળ ચોંટેલું હોય તેને ગોવાળિયાઓ મારતા હોવાનો આભાસ થયો હતો. તેઓએ ત્યાં સ્થળ પર જઈ જોતાં સ્વયંભૂ મૂર્તિ ઉપર શિયાળ ચોંટેલું હતું અને તેને ગોવાળિયાઓ મારતા હતા.

સંતે શિયાળને હટાવી સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ શિયાળ રોજ અહીં આવી મુર્તિને ગમે ત્યાં અડતું હતું. જેથી આજે તેના કર્મોની સજા મળી. ઉપરાંત રોજ આ મૂર્તિ ઉપર કપિલા નામની ગૌમાતા દૂધનો અભિષેક કરવા આવતી હતી. સંતે આ જાણી મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી. ઈ.સ. 1615 માં ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિના દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.  

શ્રાવણ માસમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો પગપાળા અહીં આવી આસ્થાના પુષ્પો પ્રગટ કરે છે. નાનું અમસ્તું મંદિર આજે વિશાળ બની ગયું છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે.આ ઉપરાંત વર્ષ દરમિયાન શનિવારના રોજ સુરત,વડોદરા,રાજપીપળા,ભરૂચ,અંકલેશ્વર સહિત દૂર દૂરથી ભક્તો ગુમાન દેવ દાદાના દર્શન અર્થે આવે છેઅને ગુમાનદેવ મંદિરે ભક્તો પોતાની આસ્થા સાથે શ્રધ્ધાભેર શીશ ઝુકાવીને દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. 

શ્રાવણ માસમાં ગુમાનદેવ મંદિરના દર્શનનું અનેરૂ મહત્વ છે,અને શ્રાવણના શનિવારે અહીંયા મેળો ભરાય છે,જેમાં ખાણીપીણીના સ્ટોલ,વિવિધ ચીજવસ્તુઓ સહિત રમકડાના સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. દાદાના દર્શન થી ધન્યતા અને મેળાનો આનંદ ઉઠાવી શ્રદ્ધાળુઓની યાત્રામાં ખુશીનો પળ બેવડાય જાય છે.

#ગુમાનદેવ હનુમાન મંદિર #સંકટ મોચન હનુમાન #Gumandev Hanumanji temple #GumandevTemple #Gumandev Hanumaji #Gumandev Mandir #હનુમાનજી મંદિર #ગુમાનદેવ હનુમાજી #ગુમાનદેવ મંદિર
Latest Stories