ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન
ભીડભંજન મહાદેવ મંદિરે આયોજન કરાયુ
12 કલાકના ભજન કરવામાં આવ્યા
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે 12 કલાકના ભજનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી.
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે.આ મંદિરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 12 કલાકના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બપોરે 3 કલાકથી ગામના વિવિધ મહિલા મંડળો દ્વારા ભજન કરવામાં આવ્યા હતા તો રાત્રીના સમયે યોજાયેલ લોક ડાયરામાં લોક કલાકાર નીતા રાજ, જેકી પટેલ અને મગન રાઠોડ, બેનજો વાદક સંજય ઢોડીયા, તબલા વાદક હિરેન પટેલ અને નિલેશ ઢોડીયા સહિતના કલાકારોએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામના પંચવટી યુવક મંડળ દ્વારા સમસ્ત ગ્રામજનોના સહયોગથી પ્રતિવર્ષ આ જ રીતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે.