New Update
-
સોમનાથમાં યોજાયો કાર્યક્રમ
-
ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન
-
નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ જોડાયા
-
ભાજપના કાર્યકરોએ પણ આપી હાજરી
-
બ્રહ્મ સમાજના આગેવાનો પણ જોડાયા
સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આરતીનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો જેમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ સંજય પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આરતીમાં જોડાયા હતા.
સોમનાથ પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર આયોજિત સંધ્યા આરતીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. સંજય પરમાર અને પાર્ટી કાર્યકરોએ ભાગ લીધો હતો. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે બનારસની ગંગા આરતી જેવો દિવ્ય આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.
ડૉ. સંજય પરમારે જણાવ્યું કે આ દિવ્ય આરતીનો લ્હાવો લઈને તેઓ ધન્યતા અનુભવી છે. તેમણે સનાતન સંસ્કૃતિને જાળવી રાખવા માટે વધુમાં વધુ લોકોને આરતીમાં જોડાવા અનુરોધ કર્યો.કાર્યક્રમમાં સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના અધ્યક્ષ હેમલ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભૂદેવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories