બારડોલી તાલુકાના બાજીપુરા ગામ ખાતે કરાયું આયોજન
વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા જમીન-સ્થળની પસંદગી
બાજીપુરા ગામ ખાતે વિશ્વકર્મા ધામનું કરાશે ભવ્ય નિર્માણ
વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઉંચી પ્રતિમા જમાવશે આકર્ષણ
જ્યોતિર્લિંગ, ચારધામ, ગૌશાળા, શૈક્ષણિક સંકુલનો સમાવેશ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાજીપુરા ગામ ખાતે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામના ભવ્ય નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાજીપુરા ગામ ખાતે વિશ્વકર્મા ધામના નિર્માણ માટે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા જમીન અને સ્થળની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આજરોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામ નવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવશે. વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે, 777 વીઘા જમીન ખરીદવામાં આવશે, જ્યાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરાશે. આ સાથે જ 12 જ્યોતિર્લિંગ, ચારધામ, દશાવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું પણ નિર્માણ થશે. આ વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે તેવું આયોજકોએ જણાવ્યુ હતું.