/connect-gujarat/media/post_banners/8c6b3b4b80217cdf15290950c2e3ca3bbb67053753ae9ac0f6b20b62b6f30ce3.jpg)
ઉનાના વાંસોજ ગામે યોજાયો તુલસી વિવાહ પ્રસંગ
ઘોડા, રથ, ડીજે, આતાશબાજી સાથે જાન જોડાય
મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ રહ્યું છે. તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. દર વર્ષે કારતક સૂદ અગિયારના દિવસે ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામમાં તુલસી વિવાહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઘોડા, રથ તેમજ ડીજેના તાલે વાંસોજ ગામના તમામ લોકોએ ભગવાન ઠાકોરજીની જાન જોડી માતા તુલસી સાથે વિવાહ કરવા વાંસોજ ગામના આહીર માંડણભાઈ વાળાના ઘરેથી લઈ વાંસોજ ભૂતનાથ મંદિરથી રામદેવપીર મંદિર સુધી સામુહિક રાસ તેમજ આતાશબાજી કરી પહોંચ્યા હતા. આ પ્રસંગમાં ઠાકોર ભગવાન પક્ષના યજમાન આહીર માંડણભાઈ વાળા તેમજ માતા તુલસી પક્ષના યજમાન કન્યાદાતા આહીર પરબતભાઈ રામ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાંસોજ ગામની તમામ ધર્મપ્રેમી જનતા તેમજ સમસ્ત ગ્રામજનોએ આ ઉપસ્થિત રહી ભગવાન ઠાકોરના વિવાહ માતા તુલસી સાથે યોજી તુલસી વિવાહ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.