24થી 26 ફેબ્રુઆરી દરમિયાન સોમનાથ ખાતે ઉજવાશે ત્રિ-દિવસીય 'સોમનાથ મહોત્સવ

મહાશિવરાત્રિ નિમિત્તે 24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

New Update
Somnath Mahotsav 2025

 રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય-સંગીત મહોત્સવ મનાવવામાં આવશે. આ મહોત્સવનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 24 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહાશિવરાત્રિ નિમિત્તે 24 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન સોમનાથ ખાતે આયોજિત આ મહોત્સવમાં શ્રદ્ધાવાન ભક્તો માટે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા વીણા વડે ભજન અને રાસથી ડાયરા સહિત વિવિધ અલૌકિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જાણો ત્રિ-દિવસીય મહોત્સવની રૂપરેખા:-     

 
24-02-2025 પ્રથમ દિવસના મહોત્સવની રૂપરેખા
સવારે 10 વાગે: સોમનાથ: મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે 7.30 વાગે: મુખ્ય મંચ પર ઉદ્ઘાટન સમારોહ
રાત્રે 8 વાગે: ડૉ. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટ્યકથા હર હર મહાદેવ’ની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન
રાત્રે 10 વાગે: વિદુષી રામા વૈદ્યનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: ડ્રમ્સ શિવમણિ અને કીબોર્ડ પર અતુલ રાણીંગાની જુગલબંધી


25-02-2025 બીજા દિવસના મહોત્સવની રૂપરેખા:-

સવારે 10 વાગે: સોમનાથ મંદિર, તીર્થ અને પરંપરા પર સેમિનાર
સાંજે 7 વાગે: શ્રી રામચંદ્ર પુલાવર (પદ્મશ્રી) દ્વારા શેડો પપેટ્રી શો
રાત્રે 8 વાગે: વિદુષી સુધા રઘુરામન દ્વારા ગાયન સંગીતની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: અતુલ પુરોહિત દ્વારા ભજન ગાયન


26-02-2025 (મહાશિવરાત્રી) ત્રીજા દિવસના મહોત્સવની રૂપરેખા:-

રાત્રે 8 વાગે: બરોડા કેરલા સમાજ દ્વારા સિંગરી મેલમ તથા નિલેશ પરમાર દ્વારા ગુજરાતી લોકનૃત્યની પ્રસ્તુતિ
રાત્રે 9 વાગે: યોગેશ ગઢવી દ્વારા ડાયરાની પ્રસ્તુતિ
રાત્રે 10 વાગે: રાજશ્રી વૉરિયર અને ગ્રૂપ દ્વારા પ્રસ્તુતિ
રાત્રે 11 વાગે: મૈસુર મંજુનાથ દ્વારા વાયોલિન પ્રસ્તુતિ
રાત્રે 12 વાગે: 8 શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ
રાત્રે 1 વાગે: ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’ની પ્રસ્તુતિ
સવારે 2 વાગે: પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
સવારે 3 વાગે: માઇસ્ટ્રો બિક્રમ ઘોષ 'રિધમસ્કેપ'