Connect Gujarat
ધર્મ દર્શન 

પાટણ: રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા, મંદિરે આરતી લેવા જાય છે ઘોડી

છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે

X

પાટણના રાધનપુરનો બનાવ

પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન

મંદિરે આરતી લેવા જાય છે ઘોડી

મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા

વછરાજદાદાના મંદિર ખાતે પહોંચે છે ઘોડી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા હતા.ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વછરાજદાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને આરતીમાં ભાગ લે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી.લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે.

પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6:00 કલાકે આરતી કરવામાં આવે છે.સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વછરાજદાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે.છેલ્લા ચાર માસથી દરરોજ આરતી સમયે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે.દરરોજ ગામના દરેક મંદિરમાં આરતી થાય છે પરંતુ આ ઘોડી માત્ર વછરાજદાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે

Next Story