Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ-2022નો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ,જુઓ શું છે આકર્ષણ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો

X

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો.

અમદાવાદના કાંકરિયા ખાતે કાર્નિવલ-2022નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તા.25મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે.

વર્ષ 2014થી સુશાસન દિવસની ઉજવણી થાય છે, ત્યારે આજે અમદાવાદના આંગણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ-2022 અને પંચમહાલ જિલ્લા આયોજિત પંચમહોત્સવ-2022નો પ્રારંભ કરાયો છે.2008થી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે. કાર્નિવલ સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. જગન્નાથ રથયાત્રા અને વર્લ્ડ હેરિટેજ સિટીની જેમ કાંકરિયા વર્લ્ડ ફેમસ મહોત્સવ બન્યો છે.

Next Story
Share it