Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : વ્યક્તિ ઉપર પાંચ પ્રકારના ઋુણ હોય છે, ગાયત્રી પરિવારે સમજાવ્યું શ્રાધ્ધનું મહત્વ

X

રવિવારે ભાદરવા મહિનાની અશ્વની કૃષ્ણ પક્ષની પાંચમ અને છઠ્ઠ નિમિત્તે અમદાવાદમાં ગાયત્રી પરિવાર અને રામાયણ મંડળના સંયુકત ઉપક્રમે પિતૃશ્રાધ્ધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભાદરવા મહિનામાં શ્રાધ્ધપક્ષમાં પિતૃઓને શ્રાધ્ધ અર્પણ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે. પિતૃઓના મોક્ષ માટે તેમને શ્રાધ્ધ અર્પણ કરવામાં આવતું હોય છે. અમદાવાદમાં ઓઢવના શ્રી રામાયણ મંડળ તેમજ ગાયત્રી પરિવારના ઉપક્રમે પિતૃ શ્રાધ્ધનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાયત્રી પરિવારના જણાવ્યા મુજબ દરેક વ્યકતિના માથે પાંચ પ્રકારના ઋુણ રહેલાં છે જેમાંથી એક પિતૃઋુણ છે. પિતૃઋુણમાં પિતૃ અને શ્રાધ્ધના માધ્યમથી ભાવયુકત શ્રધ્ધા અર્પણ કરવામાં આવે છે. આપણા ઋુષિમુનિઓએ કરેલી રચના મુજબ જે દેવકાર્ય કરવામાં આવે છે તેમાંથી એક હિસ્સો સ્વર્ગસ્થ સ્વજનોને પ્રાપ્ત થતો હોય છે અને તે તેમના પુન: જન્મ અને સદગતિ માટે ઉપયોગી બનતો હોય છે. આ ઉપરાંત કર્મકાંડમાંથી વ્યવહારિક શિક્ષણ મળે છે જેમાં કર્મકાંડ કરનાર વ્યકતિની જે પણ પ્રતિભા હોય તેનો સમાજ હિત માટે ઉપયોગ કરવામાં આવે તો તેનો પણ એક અંશ મૃત સ્વજનોને પ્રાપ્ત થાય છે. અમદાવાદ ખાતે આયોજીત પિતૃ શ્રાધ્ધનો મોટી સંખ્યામાં યજમાનોએ લાભ લીધો હતો.

Next Story