Connect Gujarat
ધર્મ દર્શન 

અમરેલી : વરુણદેવને રીઝવવા માટેની અનોખી પરંપરા, યુવાનો દ્વારા શ્વાનને ખવડાવાશે લાડુ…

અમરેલી જિલ્લાના બાબરા શહેરના યુવાનો દ્વારા ચોમાસાની શરૂઆતમાં સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર વરુણદેવની કૃપા બની રહે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી : વરુણદેવને રીઝવવા માટેની અનોખી પરંપરા, યુવાનો દ્વારા શ્વાનને ખવડાવાશે લાડુ…
X

અમરેલી જિલ્લાના બાબરા શહેરના યુવાનો દ્વારા ચોમાસાની શરૂઆતમાં સમગ્ર જીવ સૃષ્ટિ ઉપર વરુણદેવની કૃપા બની રહે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રભરમાં વરુણદેવને રીઝવવા માટે શ્વાનને લાડુ ખવડાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે, ત્યારે અમરેલી જીલ્લામાં વસતા હિન્દુ અને મુસ્લિમ દાતાઓના સહકારથી બાબરા શહેરના યુવાનો દ્વારા લાડુ બનાવવામાં આવ્યા છે. ચોમાસા દરમ્યાન સારો વરસાદ આવે અને સમગ્ર વર્ષ સારું રહે તે માટે 60 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા છે. આ લાડુ શહેરભરના શ્વાનને ખવડાવવામાં આવશે. જોકે, બાબરામાં દર વર્ષે સેવાભાવીઓ દ્વારા શ્વાનને લાડુ ખવડાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે અનોખી પરંપરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Next Story