Connect Gujarat
ધર્મ દર્શન 

અમરેલી : ગામ ધુમાડો બંધ કરી સમૂહ ભોજનની અનોખી પંરપરા, વૃંદાવન ધામ આવી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુ...

રામપરા ગામનું વૃંદાવન ધામ 100 વર્ષ પુરાણું‌ ધાર્મિક સ્થળ લોકોમાં આસ્થાનું અનેરું મહત્વ ધરાવતું કેન્દ્ર વૃંદાવન ધામ

X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે આવેલ વૃંદાવન ધામ 100 વર્ષ પુરાણું‌ ધાર્મિક સ્થળ છે. વૃંદાવન ધામ લોકોમાં આસ્થાનું અનેરું મહત્વ ધરાવે છે, ત્યારે અહી દૂર દૂરથી લોકો દર્શને આવી ધન્યતા અનુભવે છે. રાજુલાથી 15 કીલોમીટરના અંતરે આવેલ રામપરા ગામમાં 100 વર્ષ પુરાણું અતી-પ્રાચીન વૃંદાવન ધામ‌ છે. રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો વૃંદાવન ધામ ખાતે દર્શન કરવા માટે આવે છે. વૃંદાવન ધામ ખૂબ જ સુંદર મજાનું અને ‌સુપ્રખ્યાત ધામ છે. અહી નદીના અનેરા અને અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. સાથે જ ધાતરવડી નદીનો ઘાટ ગંગા નદી જેવો સર્જાય છે. આ નદીમાં લોકો સ્નાન કરે છે. વૃંદાવન ધામનો નજારો જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.

અમરેલી જીલ્લામાં એક માત્ર વૃંદાવન ધામમાં‌ લાલજી મંદિર, લાલજી ગૌશાળા, વૃંદાવન વિદ્યાલય, વૃંદાવન કુમાર શાળા, તેમજ ‌અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ‌આ શાળામાં ૯૦‌ જેટલા બાળકોને વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અહી સાધુ-સંતોની વર્ષો જૂની પરંપરા રહેલી છે. દર વર્ષે ગામ ધુમાડો બંધ કરી સમૂહ ભોજન સમારોહની અનોખી પંરપરા જાણવી રાખવામાં આવી છે.

Next Story