New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં કરાયુ આયોજન
-
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી
-
ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું
-
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
-
વિવિધ હિન્દૂ સંગઠનોનો સહયોગ સાંપડ્યો
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં રામ રથયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે.જે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગોલ્ડન પોઈન્ટ ચોકડી સ્થિત કમલમ ગાર્ડન ખાતેથી આજરોજ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ રથયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનો પણ સહયોગ સાંભળ્યો હતો તો કેટલાક લોકોએ ભગવાન રામ સહિત હનુમાનજીની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું.
Latest Stories