અંકલેશ્વર: સિદ્ધરુદ્ર બ્રહ્મસમાજ ભવનમાં ભગવાન સ્વામીનારાયણને માનસરોવરના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા

સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું .

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવી ભાવિક ભક્તો દર્શનનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા ઉત્સવનો અનેરો મહિમા છે.

વિવિધ પ્રકારના હિંડોળામાં ભગવાન સ્વામિનારાયણને ઝુલાવવામાં આવે છે. ત્યારે ચાતુર્માસ નિમિત્તે અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગર પાસે આવેલ સિધ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભવન ખાતે શ્રાવણ માસ નિમિત્તે માનસરોવરના હિંડોળામાં ભગવાન સ્વામીનારાયણને ઝુલાવ્યા હતા જ્યારે પૂજ્ય સતીષદાસ અને સાધુ પૂજ્ય મણિદાસની ઉપસ્થિતિમાં સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો લાભ લઈ સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તોએ ધન્યતા અનુભવી હતી.