Connect Gujarat
ધર્મ દર્શન 

અંકલેશ્વર : મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તોએ કર્યા “આદિયોગી”ની અનોખી પ્રતિમાના દર્શન...

બાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી

X

જીતાલી નજીક આવેલ ગાર્ડન સિટી ખાતે આયોજન

બાલાજી સેવા સમિતિ દ્વારા કરાયું ભવ્ય આયોજન

મહાશિવરાત્રિ નિમિત્તે આદિયોગીની પ્રતિમાનું નિર્માણ

વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શિવરાત્રિની ઉજવણી

શિવભક્તોએ આદિયોગીના દર્શન કરી ધન્યતા અનુભવી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે બાલાજી સેવા સમિતિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ આદિયોગીની પ્રતિમાના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. શિવજીને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ગણવામાં આવે છે. આદિયોગી યોગનો સ્ત્રોત હતા, જેમણે સમગ્ર માનવજાતને પોતાની મર્યાદાઓ પાર કરવાની સંભાવના પ્રદાન કરી હતી,

ત્યારે આજે તા. 8મી માર્ચના રોજ મહાશિવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે આદિયોગી જેવી જ આબેહૂબ મહાદેવજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શોભાયાત્રા, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલાજી સેવા સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપઠિત રહી હતી.

Next Story