New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજન કરાયું
-
ખાટુ શ્યામ ભગવાનની પ્રથમ નિશાન યાત્રા નિકળી
-
જીઆઇડીસીમાંથી કરાવવામાં આવ્યો પ્રારંભ
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરમાં શ્યામ મિત્ર મંડળ દ્વારા ખાટુ શ્યામ ભગવાનની પ્રથમ નિશાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
મહાભારત કાળની પૌરાણિક માન્યતાઓ અનુસાર ખાટુ શ્યામને શ્રી કૃષ્ણ તરફથી વરદાન મળ્યું હતું કે કળિયુગમાં લોકો તેમને શ્યામના નામથી ઓળખશે. જે પછી તેમને ભગવાન કૃષ્ણ તરીકે પૂજવામાં આવે છે. શ્યામ બાબા એટલે કે ખાટુ શ્યામ માટે ભક્તો દ્વારા નિશાન યાત્રા કાઢવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ખાટુ શ્યામ બાબા નિશાન યાત્રામાં ભાગ લેનારા ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
ફાગણ મહિનામાં નીકળતી આ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે આજરોજ અંકલેશ્વરમાં શ્યામ મિત્ર મંડળ દ્વારા ખાટુ શ્યામ ભગવાનની પ્રથમ નિશાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રાનો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ડી.જે.ના તાલ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.નિશાનયાત્રા નેશનલ હાઇવે પર આવેલ શ્યામ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ભજન સત્સંગ અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેનો લાભ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
Latest Stories