અંકલેશ્વરના રામકુંડ ખાતે ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારીકા ચોથ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજરોજ અંગારીકા ચોથ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્દ ગીતામાં ઉલ્લેખ કરાયો છે. આ સ્થળે પ્રથમ ગોતમ ગણેશજીનું મંદિર હતું જે જીર્ણ થઇ જતા અહી ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરાયું છે સાથે જ માંડવ્યેશ્વરનાથ મહાદેવ અને પાવન સલીલા માં નર્મદાનું પણ અહી મંદિર આવેલું છે ત્યારે ભક્તોની આસ્થા આ સ્થળ સાથે સંકળાયેલ છે.
અંકલેશ્વર: ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારીકા ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ગુજરાતમાં અંકલેશ્વરમાં જ એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે.માંડવ્ય ઋષિના તપોબળથી પવિત્ર થયેલ રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્દ ગીતામાં ઉલ્લેખ કરાયો છે
New Update
Latest Stories