ભરૂચ: પટેલ સોસાયટીના ગરબા ગ્રાઉન્ડ પર તબીબોની ટીમ રહે છે તૈનાત, ખેલૈયાઓ મન મૂકીને ઘૂમી રહ્યા છે ગરબે

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે

New Update
ભરૂચ: પટેલ સોસાયટીના ગરબા ગ્રાઉન્ડ પર તબીબોની ટીમ રહે છે તૈનાત, ખેલૈયાઓ મન મૂકીને ઘૂમી રહ્યા છે ગરબે

જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે

માં આધ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચની પટેલ ભૃગુપૂર સોસાયટીમાં ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યા છે.હાલના સમયમાં અનેક યુવાનોને હ્રદય રોગનો હુમલો આવી રહ્યો છે ત્યારે પટેલ સોસાયટીના ગરબા ગ્રાઉન્ડમાં સ્પેશયાલિસ્ટ તબીબોની ટીમ રાખવામા આવી છે જે ખડેપગે તૈનાત રહે છે અને કોઈ પણ આકસ્મિક સંજોગોમાં સેવા આપવા માટે તત્પર રહે છે

Read the Next Article

ભરૂચ:હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની યાત્રાએ જવા રવાના

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા

New Update
  • પવિત્ર શ્રાવણ માસનો થઈ રહ્યો છે પ્રારંભ

  • ઇલાવ ગામના કાવડયાત્રીઓ રવાના થયા

  • કાશી વિશ્વનાથ-પરલી વૈજનાથ જયોતિર્લિંગની યાત્રાએ રવાના

  • હર હર મહાદેવના નાદ સાથે કાવડયાત્રાનો પ્રારંભ

  • 1700 કી.મી.નું અંતર પગપાળા કાપશે

ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની 1700કી.મી.ની કાવડયાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા હતા.
આજરોજ ગામના રામજી મંદિર,ભીડભંજન મહાદેવ મંદિર,વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમ્યાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કી.મી.નું અંતર પગપાળા કાપી 28 દિવસે બન્ને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશેઅને  દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડયાત્રીઓ દ્વારા રોજનું 50 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.