લાપસી મહોત્સવમાં ૧૧ કુંડી દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા લોક ડાયરાના કાર્યક્રમો યોજાયા હતા. લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ, ભરૂચ જિલ્લાના ટ્રસ્ટીઓ, ઝોન કન્વીનર જિલ્લા કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર, સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા.
ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટએ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિઓ વિધાર્થી સમિતિ મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક સેવાના કાર્યો કરવામાં આવે છે. ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા લાપસી મહોત્સવ સરદાર પટેલ સમાજવાડી જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે આ લાપસી મહોત્સવમાં ૧૧ કુંડી દિવ્ય યજ્ઞ, મહાપ્રસાદી, મહા આરતી તેમજ લોક ડાયરાના આયોજનો કરવામાં આવ્યા હતા.
આ લાપસી મહોત્સવના પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ખોડલધામ સંગઠન કાર્યના પ્રભારી ગોપાલ રૂપાપરા ટ્રસ્ટી પ્રવિણપટેલ પ્રવક્તા હસમુખ લુણાગરીયા હિંમત સોજીત્રા, તેમજ ભરૂચ જિલ્લાના ટ્રસ્ટીઓ હિંમત શેલડીયા, ભુપત રામોલિયા, મનસુખ રાદડિયા, ભરત પટેલ, પંકજ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચના કન્વીનર અને સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવારો ઉપસ્થિત રહી દિવ્ય યજ્ઞ, મહા આરતી તેમજ લોક ડાયરાનો લ્હાવો લીધો હતો.